
સરકારી નિયમોની સરળ સમજ- અકસ્માત સમયે ડ્રાઈવરની ફરજો 🚦
નાગરિકા માટે મહત્વપૂણ માહિતી માગદાશકા
રસ્તા પર વાહન ચલાવતી વખતે જો કમનસીબે કોઈ અકસ્માત થાય
અને કોઈ વ્યકિ્તને ઈજા પહોંચે કે મિલકતને નુકસાન થાય,
તો કાયદા મુજબ વાહનચાલક (અથવા વાહન માલિક) ની
કેટલીક મહત્વની ફરજો બને છે
🚑 ૧. તાત્કાલિક સારવાર:
ટોળાના રોષ કે ડર જેવી કોઈ મજબૂરી ન હોય,
તો ડ્રાઈવરની પહેલી ફરજ એ છે કે ઈજાગ્રસ્ત વ્યક્તિને
તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડે.
આ માટે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી.
🚓 ૨. પોલીસને જાણ:
જો ઘટનાસ્થળે પોલીસ હાજર ન હોય, તો અકસ્માતની
જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં શક્ય તેટલી જલ્દી
અને કોઈપણ સંજોગોમાં ૨૪ કલાકની અંદર કરવી ફરજિયાત છે.
📝 ૩. વીમા કંપની (ઇન્સ્યોરન્સ) ને જાણ:
વાહન માલિકે પોતાની વીમા કંપનીને લેખિતમાં નીચેની વિગતો આપવી પડશે:
(1) વીમા પોલિસી નંબર અને તેની વેલિડિટી.
(2) અકસ્માતની તારીખ, સમય અને જગ્યા.
(3) ઈજાગ્રસ્ત કે મૃત્યુ પામેલ વ્યક્તિની વિગતો.
(4) ડ્રાઈવરનું નામ અને તેના ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો.
(નોંધ:- કાયદાની નજરમાં આ જવાબદારીઓ વાહન
ચલાવનાર ડ્રાઈવરની સાથે-સાથે વાહનના માલિકની પણ છે.)
Ref.: Motor Vehicle Act, 1988 – કલમ-૧૩૪
જનહિતમાં જાહેર: AJ Consultancy Services
